શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.
Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ. નવસારી જીલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫/૦૫/૨૦૨૪ ના પત્ર અન્વયે રાજકોટ શહેરના ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૮ જેટલા વ્યકિતઓનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવસારી જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની સૂચનાથી નવસારી જિલ્લામાં જયાં જયાં ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવતું હોય તે સંબંધમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં ૧. ગેમીંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ, ૨. ગેમીંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે, ૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ, ૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ...

Comments
Post a Comment