Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

                  

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી,

જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને કૃતિ નિહાળવા માટે આમંત્રણ શાળા દ્વારા પાઠવવામાં આવ્યા હતા, જેમાં લગભગ ખેરગામની મોટાભાગની પ્રાથમિક શાળાના બાળકો સવારે 11:00 થી લઈને 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન જનતા મધ્યમિક શાળા ખેરગામ ખાતે ઉપસ્થિત રહીને તમામ કૃતિઓને નિહાળી હતી પ્રશ્નોત્તરી દ્વારા વિજ્ઞાનના જ્ઞાનનો સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો હતો આમ એકંદરે સમગ્ર કાર્યક્રમમાં બાળકોને વિજ્ઞાનની વધુ નજીક લઈ જવાના પ્રયત્નો કરવામાં શાળા તેમજ અગત્સ્ય ફાઉન્ડેશન સફળ રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બેન શ્રી ડિમ્પલબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના તમામ શિક્ષક મિત્રો તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં માટે ખુબ જ અર્થાત જેમત ઉઠાવી હતી શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ શાળાના સંચાલક મંડળ અને ઉપસ્થિત તમામ મહેમાન કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.




Comments

Popular posts from this blog

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.

  આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.  આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- તા. ૨૧/૦૩/૨૦૨૪ (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા. ૦૫/૦૪/૨૦૨૪ (સાંજે- ૬.૦૦ કલાક) ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website    https://ans.orpgujarat.com ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:  હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તે જ વિધાર્થીઓએ ઓનલાઈન હોલટીક...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...