શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી. ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે....
Comments
Post a Comment