Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ

  સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ



સ્માર્ટ કલાસ પ્રોજેક્ટ થકી બંદિવાન ભાઈઓના જીવનમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત થશેઃ

બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ:-ગૃહરાજ્યમંત્રી

રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છેઃ ધારાસભ્ય સંદિપ દેસાઈ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

                 આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે. 

               બંદિવાનોને અનુરોધ કરતાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, આવેશમાં આવી ભુલથી કોઇ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઇ શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિષ કરજો. જેલ અને સમાજમાં સમતોલ વાતાવરણ જળવાઈ રહે એના માટે સરકાર કટિબદ્ધ છે. બંદિવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે એવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો.  

             વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે. 

              સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે. 

                 આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છે. સમયની સાથે જેલમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે. અગાઉ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારને જેલ સુધી આવવા માટે આવાગમનની સમસ્યા હતી, જેથી સુરત સ્ટેશનથી લાજપોર જેલ સુધીની સિટી બસની સુવિધા કરી છે. ઉપરાંત, મુલાકાતીઓ માટે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે. બંદિવાન માટે આરોગ્ય, રોજગાર, મનોરંજનની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે. 

          આ પ્રસંગે લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષકશ્રી જે.એન.દેસાઇ, નાયબ અધિક્ષકશ્રી એસ.જી.રાણા, એલ એન્ડ ટીના શ્રી સંજયભાઇ દેસાઇ, લાજપોર જેલના અધિકારીઓ સહિત સિપાઈઓ, હવાલદારો, સુબેદારો અને બંદિવાનો ઉપસ્થિત રહ્યાં હતા.


લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ...

Posted by Information Surat GoG on Sunday, July 14, 2024

Comments

Popular posts from this blog

વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અને પૂર્વ તૈયારી રૂપે બાળકો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન વિડિયો.

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

          પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે....

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

            Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વ...