શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ. મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ. ચિખલી તાલુકાના હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે. ( નવસારી :શુક્રવાર ) નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ ભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. જેને અનુલક્ષીને ગુજરાતના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે. નોંધનિય છે કે, આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે. નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટ છે. આ પ્રસં...
Comments
Post a Comment