Skip to main content

Posts

Showing posts from June, 2024

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

  Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટેલ

Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું

  Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું *૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. નવસારી, તા.૧૬: આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું છે.  આજરોજ ૧૫મી જુન વહેલી સવારે વી. એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરાના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં એન. સી. સી, એન. એસ. એસ.ના કેડેટ,  ડી. એલ. એસ.ના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર ટીમ, યોગ કોચ,યોગ ટ્રેનરો અને યોગ સાધકો મળી કુલ-૬

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper