તાપી જિલ્લાના નિઝરની રાયગઢ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા ઈનામો આપવાની પહેલ.
તાલુકાની પ્રાથમિક શાળા રાયગઢ ખાતે તા.૨-૪-૨૪ના રોજ ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ પ્રથમ સત્રમાં પ્રથમ નંબરવાળા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તેમજ જુન માસથી આજદિન સુધી એકપણ દિવસ ગેરહાજર ન રહેનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમજ ડ્રો સિસ્ટમથી ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓની શાળામાં હાજરી વધારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. રાયગઢ પ્રા.શા.માં આજરોજ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
વિદાય લેતા ધો.૮ ના વિદ્યાર્થીઓએ પોતાના શૈક્ષણિક અનુભવો રજુ કર્યા હતા તેમજ શિક્ષકો, સી.આર. સી. તથા એસ.એમ.સી.ના અધ્યક્ષે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. શાળામાં પ્રથમ સત્રમાં પ્રથમક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન એકપણ દિવસ શાળામાં ગેરહાજર ન રહી ૧૦૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને ડ્રો સિસ્ટમથી ઈનામ અપાયા હતા.
જેમાં પ્રથમ ઇનામ આરવીબેન રાજીવભાઈ ગામીત ધો.૪ ને રૂ.૮૫૦૦ની કિંમતનો મોબાઈલ ફોન, બીજા નંબરે સોનલબેન વિનોદભાઈ નાઈકને અને ત્રીજા નંબરે ધો.૭ ની વિધીબેન કમલેશભાઈ ભિકડિયાને રૂ.૪૫૦૦ની સાઇકલો આપવામાં આવી હતી. આદર્શ વિદ્યાર્થી તરીકે ધો.૮ની રિધીમાબેન રાજેન્દ્રભાઈ વળવીની પસંદગી કરી રૂ.૫૦૦૧નો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દરેક વર્ગના સૌથી વધારે હાજરીવાળા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા તેમજ પ્રથમસત્રમાં પ્રથમ નંબર મેળનાર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય શૈલેષકુમાર કે.વસાવાએ વિદાય લેતા બાળકોને મોટીવેટ કર્યા હતા અને ધો.૯માં જો અભ્યાસ કરવામાં જો કોઈ આર્થિક પરિસ્થિતિ નડે તો એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે તૈયારી દર્શાવી હતી.
Comments
Post a Comment