શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ.
નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે.
સમગ્ર નવસારી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત થાય તે સંદર્ભે સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન સતત ચાલી રહ્યું છે.
Courtesy: આ પોસ્ટની ક્રેડિટ મદન વૈષ્ણવ સર નવસારી ફાળે જાય છે. જે તમામ બ્લોગમાં published કરેલ છે.
Comments
Post a Comment