Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

 નવસારી જિલ્લાની ૬૫૫ શાળાનાં ૫૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો તા.૪થી પ્રારંભ.

ધોરણ-૩ થી ૫માં ૪૦ ગુણ અને ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા: ૨૩મીએ પૂરી થશે.

ચીખલી તાલુકાની ૧૭૭ શાળાના ૧૪૧૮૫ અને ખેરગામ તાલુકાની 52 પ્રાથમિક શાળાના ૪૩૩૧ સહિત નવસારી જિલ્લાની ૬૫૫ પ્રાથમિક શાળામાં ધોરણ-૩ થી ધોરણ-૮માં અભ્યાસ કરતા ૫૮૯૯૮ બાળકોની દ્વિતીય સંત્રાત પરીક્ષાનો ૪ એપ્રિલના રોજથી પ્રારંભ થશે જે ૨૩ એપ્રિલના રોજ પૂર્ણ થશે. અને તારીખ ૬ મે થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જૂન માસથી ૨૦૨૪-૨૦૨૫ના નવા શૈક્ષણિક સત્ર પ્રારંભ થશે.

ધોરણ-૩થી પમાં ૪૦ ગુણની પરીક્ષા યોજાશે, જ્યારે ધોરણ-૬થી ૮માં ૮૦ ગુણની પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૩થી ૮ ધોરણનાં બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર દ્વિતીય સંત્રનો ડિસેમ્બર ૨૦૨૩થી લઈને માર્ચ ૨૦૨૩ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

જીસીઈઆરટીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ-૩ થી ૫ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૦:૦૦નો રહેશે. અને ૧૨ એપ્રિલને શુક્રવારના રોજ પૂર્ણ થશે. ધોરણ-૬ થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનો સમય સવારે ૮:૦૦થી ૧૧:૦૦નો રહેશે. અને ૨૩ એપ્રિલને મંગળવારના રોજ પૂર્ણ થશે. રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્રાંત પરીક્ષા તા. ૪-૪-૨૦૨૪થી તા. ૨૩-૪-૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ : ૩થી ૫

તા. ૪-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ ગુજરાતી, તા. ૫-૪- ર૦ર૪ ને શુક્રવારના રોજ ગણિત, તા. ૬-૪-૨૦૨૪ ને શનિવારના રોજ પર્યાવરણ, તા. ૮-૪-૨૦૨૪ને સોમવારના રોજ હિન્દી, તા. ૯-૪-૨૦૨૪ને મંગળવારના રોજ અંગ્રેજી, તા. ૧૨-૪- ર૦ર૪ને શુક્રવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ધોરણ ૬થી ૮

તા. ૧૩-૪-૨૦૨૪ ને શનિવારના રોજ ગુજરાતી, તા. ૧૫-૪-૨૦૨૪ને સોમવારના રોજ ગણિત, તા. ૧૬-૪- ર૦૨૪ ને મંગળવારના રોજ હિન્દી, તા. ૧૮-૪-૨૦૨૪ને ગુરુવારના રોજ વિજ્ઞાન, તા. ૧૯-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ અંગ્રેજી, તા. ર૦.૪- ૨૦૨૪ ને શનિવારના રોજ સામાજિક વિજ્ઞાન, તા. ૨૨-૪-૨૦૨૪ ને સોમવારના રોજ સંસ્કૃત, તા. ૨૩-૪-૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રથમ ભાષા મરાઠી, ઉડિયા, તેલુગુ સહિતના વિષયની પરીક્ષા યોજાશે.

Credit: sandesh news 

Comments

Popular posts from this blog

Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.

   Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ. નવસારી જીલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫/૦૫/૨૦૨૪ ના પત્ર અન્વયે રાજકોટ શહેરના ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૮ જેટલા વ્યકિતઓનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવસારી જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની સૂચનાથી નવસારી જિલ્લામાં જયાં જયાં ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવતું હોય તે સંબંધમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં  ૧. ગેમીંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ,  ૨. ગેમીંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે,  ૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ,  ૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ...

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

   ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિત અન્ય ૪ ગુજરાત વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં પસંદગી કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવાના ૧૯૫૪ના ભરતીના નિયમો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં ગુજરાત સરકારનાં કુલ ૫ જેમાં (૧) શ્રી બી.જે.પટેલ, (૨) શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, (૩) શ્રી એ.બી.પાંડોર, (૪) શ્રી બી.બી.ચૌધરી, અને (૫) શ્રી બી.સી.પરમારની ગુજરાત કેડરનાં સનદી અધિકારી તરીકે  પસંદગી કરવામાં આવી છે.  જેમાં હાલ ડાંગ જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં શ્રી બી.બી.ચૌધરીની પણ પસંદગી થતાં, જિલ્લા વહીવટી તંત્રનાં વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.