Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.
મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને.
કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરાયા.
(નવસારીઃ ૧૬-૦૨-૧૦૨૪ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ અન્વયે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવે તેવા ઉદેશ્યથી આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકાની કન્યાશાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્ટ્ર છે. મતદારો મતદાન માટે સજાગ થાય તે જરૂરી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કરવા જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
મતદાન વિશે શાળાના વાલીઓમાં જાગૃતિ આવે તે માટે કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મતદાન મથક પર રાખવાની થતી કાળજી સંદર્ભે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશ ચૌધરી, રાજેશ્રી ટંડેલ, સહિતના અધિકારીશ્રીઓ તેમજ શાળાના વિધાર્થીઓના વાલીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment