Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો.

    

Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો.

તારીખ :૦૮મી માર્ચ ૨૦૨૪થી ૧૦મી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો હતો.નાંધઈ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું  

ઔરંગા નદીના તટે આવેલા નાંધઈના પૌરાણીક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મેળામાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. આ મેળામાં નાની મોટી રાઇડસ્ જોવા મળી હતી. તેમજ નાના નાના છૂટક વેચાણ કરતા ફેરિયાઓથી લઈને મીઠાઈ, કપડાં, ઠંડા પીણાઓ, કટલરી, ઘરવખરીનો સામાન, રમકડાંની દુકાનો પર ભીડ જોવા મળી હતી.

 મેળા જવા માટે  બીલીમોરા, વલસાડ અને ધરમપુર દ્વારા વધારાની બસોની ફાળવણી પણ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.




Comments