Skip to main content

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dang:વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ યોજાયો.

 

Dang:વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમ યોજાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: પ્રાકૃતિક કૃષિ થકી દેશનાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્ન્ત બને, તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને, અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના હેઠળ રાજ્ય સરકાર પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય કરે છે. જેથી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી થઈ શકે, ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા વધે. ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નહીવત ઉત્પાદન ખર્ચ થાય, વધારે ભાવ મળે, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય.


વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૩૦૨૮ ખેડુતોને આ યોજનાનો લાભ અપાયો છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડુતોને માર્ચ-૨૩ સુધીના ૧૨ મહિનાના કુલ રુપિયા ૩૩૨.૮૫ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૩૧૪૧ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડૂતોને ઓક્ટોબર-૨૪ સુધીના ૬ મહિનાના કુલ રુપિયા ૧૯૧.૫૩ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે.


પ્રાકૃતિક ડાંગ અભિયાનને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે. શરૂઆતના બે વર્ષ દરમ્યાન ખેડુતોને થોડુ પાક ઉત્પાદન ઘટે છે, જેથી ખેડુતને આર્થિક નુકસાન ના થાય તે માટે પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખરીફ સીઝનમાં કરવામાં આવે છે, અને તે જ જમીનમાં ફરીથી રવિ કે ઉનાળું પાક લેવામાં આવે તો ફરીથી પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખેડુતને તેના બેંક ખાતામાં વળતર સ્વરૂપે ચુકવવામાં આવે છે. બીજા વર્ષે પણ આ ખેડુતોને પ્રતિ હેક્ટર ૩૦૦૦ રૂપિયા સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પ્રથમ વર્ષના ખરીફ અને રવિ સિઝનનાં ૧૩૪૮૦ ખેડુતોને કૂલ રુપિયા ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ ના કુલ ૨૧૨૧ ખેડુતોને ફૂલ રુપિયા ૫૦૮.૪૮ લાખની સહાય તથા રવિ સીઝનના કુલ ૯૦૬૩ ખેડૂતોને રૂપિયા ૧૩૭.૫૫ લાખ મળી કુલ રૂપિયા ૬૪૬.૨૦ લાખની સહાય આપવામાં આવી છે. તેમ માહિતી આપતાં શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.

રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક ખાતરના કારણે કેન્સરની બીમારીઓ ફેલાઈ છે. રાસાયણિક ખાતર જમીન માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે ડાંગ જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જમીનને ફળદ્રુપ બનાવે તે જરૂરી છે.


શ્રી વિજયભાઈ પટેલે સરકારી યોજનાઓનો વ્યાપક પણે લાભ લેવા, તેમજ અન્ય લોકોને પણ સરકારી યોજનાની માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ ભારપૂર્વક આયુષ્યમાન કાર્ડ મેળવી લેવા ખેડૂતોને અપીલ પણ કરી હતી.

ડાંગની વર્ષોની પાણીની તરસ છીપાવતા રાજ્ય સરકારે ડાંગના ૨૬૯ ગામો માટેની રૂ.૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજુર કરી છે તેમ જણાવી, ડાંગના લોકોને ડેમના નામે ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા, અને ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે ત્યારે, પ્રજાજનોના હિત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.

ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. ત્યારે જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવી રાખવા સૌ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા સાથે જ પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા ખેત, ઉત્પાદન, સહકાર, અને સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ શ્રી હરિશભાઇ બચ્છાવે ઉપસ્થિત ખેડુતોને જણાવ્યુ હતુ.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજયભાઈ ભગરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાકૃતિક ખેતીની સરકારી યોજનાકીય માહિતી આપી હતી.

વઘઈ ખાતે યોજાયેલ "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા અને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.

આ પ્રસંગે વઘઈ તાલુકા સદસ્ય શ્રીમતી નેહાબેન પટેલ, ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, સામાજિક આગેવાન શ્રી સુભાષભાઈ ગાઇન, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Comments

Popular posts from this blog

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

                   Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક ...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...