Skip to main content

Posts

Showing posts from May, 2024

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

  Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ.

   Navsari : રાજકોટ ગેમીંગ ઝોનમાં આગથી મોંતની દુઃખદ ઘટનાને લઈ નવસારી જિલ્લાની તમામ ગેમિંગ જોનમાં ચકાસણી શરૂ. નવસારી જીલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રીથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૨૫/૦૫/૨૦૨૪ ના પત્ર અન્વયે રાજકોટ શહેરના ટી.આર.પી. મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આકસ્મિક આગ લાગતા બાળકો સહિત કુલ ૨૮ જેટલા વ્યકિતઓનું દુઃખદ મૃત્યુ થવા પામેલ છે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવસારી જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની સૂચનાથી નવસારી જિલ્લામાં જયાં જયાં ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવતું હોય તે સંબંધમાં તાત્કાલિક ધોરણે નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં  ૧. ગેમીંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે કે કેમ,  ૨. ગેમીંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે,  ૩. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ,  ૪. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ છે કે કેમ,  ૫. ગેમીંગ ઝોનમાં

Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી.

        Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 28 મે ના રોજ માસિક સ્વચ્છતા દિવસ (MH Day) ઉજવવામાં આવે છે. આ તારીખ એ દર્શાવે છે કે મહિલાઓની 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનું માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે, એટલા માટે 5 માં મહિનામાં 28 તારીખે માસિક સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ તથા ખાનગી સંસ્થાઓ તમામ સાથે મળીને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. જેમાં માસિક સ્ત્રાવની વિશે મૌન તોડવા અને સંબંધિત ગેરમાન્યતા અને શરમને દૂર કરવા,મહિલાઓ અને કિશોરીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માસિક સ્ત્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપનના મહત્વ વિશે જાગૃતિ કેળવવી,માસિક સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી.  ગુજરાતની પરિકલ્પના એવી છે કે માસિક સ્ત્રાવ સંબંધિત ગેરમાન્યતા અને શરમ એ ઇતિહાસ હશે અને ગુજરાત એક એવું રાજ્ય હશે જ્યાં દરેક મહિલા અને કિશોરીઓ માસિક સંબંધિત જરૂરી ઉત્પાદનો, શિક્ષણ અને સંબંધિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકશે.  રેડ ડોટ ચેલેન્જ- રેડ ડોટ ચેલેન્જ એ પુરુષો, સ્ત્રીઓ, છોકરા

કુકરમુંડા તાલુકા વિશે

કુકરમુંડા તાલુકા વિશે અહીં કેટલીક વિગતો છે. - કુકરમુંડા તાલુકો ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આવેલું એક વહીવટી મથક છે. - તે તાપી નદીના તટપ્રદેશ અને સાતપુડા પર્વતમાળાની નજીક આવેલું છે. - કુકરમુંડાનો કુલ વિસ્તાર અંદાજે 0.82 ચોરસ કિલોમીટર છે. - કુકરમુંડા અને વ્યારા વચ્ચેનું અંતર લગભગ 110 કિલોમીટર છે, અને સુરતથી લગભગ 178 કિલોમીટર છે. - કુકરમુંડા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, તલોડા અને શાહદા તાલુકા સાથે સરહદ ધરાવે છે. - સ્વતંત્રતા સેનાની સંતોજી મહારાજનો જન્મ અહીં થયો હતો. - કુકરમુંડા 2014માં તહસીલ બન્યું જ્યારે તેને નિઝર તહસીલથી અલગ કરવામાં આવ્યું. - નંદુરબાર રેલ્વે સ્ટેશન કુકરમુંડાથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે, અને સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. - સુરત એરપોર્ટ કુકરમુંડા (178 કિલોમીટર) માટે સૌથી નજીકનું એરપોર્ટ છે. - રામનવમી ઉજવણી કુકરમુંડામાં વાર્ષિક ઉજવણી છે જેમાં જસવંત ચોકના રામ મંદિરમાં હનુમંતની મૂર્તિ પ્રદર્શિત કરવામાં આવે છે.

Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ

     Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ ગૉડલના લોહ લંગરીધામ આશ્રમના પ્રાંગણમાં ગવાઈ રહેલી 'માનસ રામકથા'ના છઠ્ઠા દિવસના પ્રારંભે ગોંડલના રાજવી નામદાર હિમાંશુસિંહજી વિદેશના પ્રવાસે હોય તેમના પ્રતિનિધિરૂપ રૂપે પધારેલા રાજેન્દ્રસિંહજીએ વ્યાસપીઠની વંદના કરીને રાજવી પરિવારનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પુ. મોરારિબાપુએ છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ અને મહારાજા ભગવતસિંહજીને વૃક્ષો ખૂબ વહાલાં હતા. તેમના વૃક્ષપ્રેમને અનુમોદન આપવા માટે અને સમગ્ર જગતની સુખાકારી માટે ભારતની વસ્તીના કુલ ૧૦૦ કરોડ લોકો જો એક એક વૃક્ષ વાવે તો આપણે સમગ્ર પૃથ્વીને વધુ હરિયાળી બનાવી શકીએ. બાપુએ વ્યાસપીઠ પરથી પુ.સીતારામ બાપુ સમેત સૌને તે માટે વિશેષ વિનંતી કરી. તમામ કથા ફફ્લાવર્સને પણ વૃક્ષપ્રેમ માટે એક એક વૃક્ષ વાવવા અનુરોધ કયો.આ જ સંદર્ભમા બાપુએ કહ્યું કે સદભાવના નામની રાજકોટની સંસ્થા વૃદ્ધોની સેવા અને વૃક્ષોની ખૂબ સારી સેવા કરી રહી છે?. તેના માટે એક કથા પણ મેં આપેલી છે. તેમની પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ. રામકથા

અમલસાડઃકાળઝાળ ગરમીવચ્ચે તાડફળી ‘ગલેલી’ના વેચાણમાં વધારો, કોસ્ટલ હાઇવે ઉપર ઠેર ઠેર પાથરણાં

 અમલસાડઃકાળઝાળ ગરમીવચ્ચે તાડફળી ‘ગલેલી’ના વેચાણમાં વધારો, કોસ્ટલ હાઇવે ઉપર ઠેર ઠેર પાથરણાં

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તર

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                                                આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલુ

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                                                     આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                          Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવ

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્યા છે. હાલમાંજ જાયન્ટ્સ ગ્રુપ ઓ

Chikhli (AB SCHOOL) : ચીખલી એબી સ્કુલનો શિક્ષણ જગતમાં દબદબો યથાવત અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમનું ૧૦૦ ટકા પરિણામ

 Chikhli (AB SCHOOL) : ચીખલી એબી સ્કુલનો શિક્ષણ જગતમાં દબદબો યથાવત અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમનું ૧૦૦ ટકા પરિણામ

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

  Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક

     વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક Kaprada Receiving Centre Staff Ready for Collections - Lok Sabha Election - 2024 - Valsad District  #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/FBPtdlByZN — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Pardi Receiving Centre Staff Ready for Collections - Lok Sabha Election - 2024 - Valsad District #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/AUlv2pkogz — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Satisfied and Enthusiastic Presiding Officer ready depart for receiving centre - Valsad District Lok Sabha Election - 2024 #Phase3   #GeneralElections2024 @GujaratCeo @ECISVEEP @DeoValsad @collectorvalsad @SpokespersonECI   pic.twitter.com/wuEP4eiVbd — District Election Officer Valsad (@DeoValsad)  May 7, 2024 Dharampur Receiving Centre Staff Ready and E

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ

    નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024   #Election2024   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav)  May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv   #ChunavKaParv   pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari)  May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024   @CEOGujarat   @ECISVEEP   pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav)  May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaE